GCERT પરિપત્ર: ધોરણ ૩ થી ૮ પ્રથમ ત્રિમાસિક અને પ્રથમ સત્રાંત કસોટી ૨૦૨૬-૨૭ સમયપત્રક જાહેર | Dhoran 3 to 8 Exam Timetable PDF

📌 GCERT પરિપત્ર અપડેટ: ધોરણ ૩ થી ૮ માટે પ્રથમ સત્રની ત્રિમાસિક કસોટી અને પ્રથમ સત્રાંત કસોટી ૨૦૨૬-૨૭ નું સત્તાવાર આયોજન અને સમયપત્રક જાહેર કરાયું છે.

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT), ગાંધીનગર દ્વારા રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ ની પ્રથમ ત્રિમાસિક કસોટી તેમજ પ્રથમ સત્રાંત કસોટી નું વિગતવાર સમયપત્રક અને માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ આર્ટિકલમાં બંને કસોટીઓની તારીખો, ગુણભાર, નિયમો અને ટાઈમટેબલની વિગતો સરળ ભાષામાં આપવામાં આવી છે.

GCERT Std 3 to 8 Exam Timetable Circular 2026

📌 પરિપત્રની મુખ્ય વિગતો એક નજરમાં

કચેરીનું નામ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT), ગાંધીનગર
સંદર્ભ ક્રમાંક જીસીઈઆરટી / સીએન્ડઈ / ૨૦૨૬ / ૨૦૬૭૯-૭૭૪
સમાવિષ્ટ ધોરણ ધોરણ ૩ થી ૮ (તમામ માધ્યમ)
પ્રથમ ત્રિમાસિક કસોટી તારીખ ૧૭ ઓગસ્ટ થી ૨૫ ઓગસ્ટ ૨૦૨૬
પ્રથમ સત્રાંત કસોટી તારીખ ૨૨ ઓક્ટોબર થી ૩૦ ઓક્ટોબર ૨૦૨૬

📝 પ્રથમ ત્રિમાસિક કસોટી અંગે અગત્યની માર્ગદર્શિકા

  • કુલ ગુણ: દરેક વિષયની ૪૦ ગુણની એક-એક કસોટી લેવાની રહેશે.
  • અભ્યાસક્રમ: GCERT ના માસવાર આયોજન મુજબ ૧૫ ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાશે.
  • પ્રશ્નબેંક ઉપલબ્ધતા: શિક્ષકોને સહાયરૂપ થવા પ્રશ્નબેંક ૧૫ ઓગસ્ટ સુધીમાં સમગ્ર શિક્ષાના Online Attendance Portal (schoolattendancegujarat.in) પર તથા શાળા ઈ-મેલ પર ઉપલબ્ધ થશે.
  • પેપર રચના: શિક્ષકે પોતાની શાળાના વિદ્યાર્થીઓની કક્ષા અનુસાર કોમ્પીટન્સી/લર્નિંગ આઉટકમ્સ આધારે કસોટી જાતે તૈયાર કરવાની રહેશે.
  • PARAKH MCQ પ્રશ્નો: આ કસોટીમાં ૩૦% પ્રશ્નો 'પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ' જેવા MCQ પ્રકારના પૂછવાના રહેશે.
  • ગુણાંકન નોંધ: આ કસોટી રચનાત્મક મૂલ્યાંકનનો ભાગ રહેશે અને ગુણ પરિણામ પત્રકમાં ગણવાના રહેશે.
  • પાળી પદ્ધતિ સમય: સવારની પાળી માટે સમય ૦૮:૦૦ થી ૧૦:૦૦ અને બપોરની પાળી માટે ૧૩:૦૦ થી ૧૫:૦૦ રહેશે.

📅 પ્રથમ ત્રિમાસિક કસોટી સમયપત્રક ૨૦૨૬-૨૭ (પરિશિષ્ટ-અ)

તારીખ વાર ધોરણ વિષય સમય ગુણ
૧૭/૦૮/૨૦૨૬ સોમવાર ૬ થી ૮ સામાજિક વિજ્ઞાન ૧૧:૦૦ થી ૧૩:૦૦ ૪૦
૧૮/૦૮/૨૦૨૬ મંગળવાર ૩ થી ૮ ગુજરાતી (પ્રથમ / દ્વિતીય ભાષા) ૧૧:૦૦ થી ૧૩:૦૦ ૪૦
૧૯/૦૮/૨૦૨૬ બુધવાર ૩ થી ૮ ગણિત ૧૧:૦૦ થી ૧૩:૦૦ ૪૦
૨૦/૦૮/૨૦૨૬ ગુરુવાર ૩ થી ૮ હિન્દી (પ્રથમ / દ્વિતીય ભાષા) ૧૧:૦૦ થી ૧૩:૦૦ ૪૦
૨૧/૦૮/૨૦૨૬ શુક્રવાર ૩ થી ૫
૬ થી ૮
પર્યાવરણ
વિજ્ઞાન
૧૧:૦૦ થી ૧૩:૦૦ ૪૦
૨૨/૦૮/૨૦૨૬ શનિવાર ૬ થી ૮ સંસ્કૃત ૦૮:૦૦ થી ૧૦:૦૦ ૪૦
૨૪/૦૮/૨૦૨૬ સોમવાર ૩ થી ૮ અંગ્રેજી (પ્રથમ / દ્વિતીય ભાષા) ૧૧:૦૦ થી ૧૩:૦૦ ૪૦
૨૫/૦૮/૨૦૨૬ મંગળવાર ૩ થી ૮ પ્રથમ ભાષા (મરાઠી/ઉડિયા/તેલુગુ/તમિલ/ઉર્દૂ) ૧૧:૦૦ થી ૧૩:૦૦ ૪૦

📖 પ્રથમ સત્રાંત કસોટી અંગે અગત્યની સૂચનાઓ

  • અભ્યાસક્રમ: જૂન થી ઓક્ટોબર માસ સુધીનો સમગ્ર પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે.
  • પરિરૂપ અને પેપર: રાજ્યકક્ષાએથી નિયત પરિરૂપ મુજબ DIET દ્વારા પેપર તૈયાર કરી DPEO/શાસનાધિકારીને અપાશે.
  • ઉત્તરવહી નિયમ: ધોરણ ૩ અને ૪ ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં જ જવાબો લખવાના રહેશે, જ્યારે ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓએ અલગ ઉત્તરવહીમાં ઉત્તરો લખવાના રહેશે.
  • નકશા અને આલેખ: સામાજિક વિજ્ઞાન/પર્યાવરણ માટે નકશા અને ગણિત માટે આલેખપત્ર સંબંધિત શિક્ષણ સમિતિ દ્વારા કસોટીપત્ર સાથે જ અપાશે.
  • સ્વનિર્ભર શાળાઓ: સ્વનિર્ભર શાળાઓએ મુખ્ય ૫ વિષયો રાજ્યના માળખા મુજબ લેવાના રહેશે અને ઈચ્છે તો નિયત રકમ ભરી સરકારી પેપરો મેળવી શકશે.

📅 પ્રથમ સત્રાંત પરીક્ષા સમયપત્રક ૨૦૨૬-૨૭ (પરિશિષ્ટ-બ)

તારીખ વાર ધોરણ વિષય સમય ગુણ
૨૨/૧૦/૨૦૨૬ ગુરૂવાર ૩ થી ૫
૬ થી ૮
ગુજરાતી (પ્રથમ/દ્વિતીય ભાષા) ૧૧:૦૦ થી ૧૩:૦૦
૧૪:૦૦ થી ૧૭:૦૦
૪૦
૮૦
૨૩/૧૦/૨૦૨૬ શુક્રવાર ૩ થી ૫
૬ થી ૮
ગણિત ૧૧:૦૦ થી ૧૩:૦૦
૧૪:૦૦ થી ૧૭:૦૦
૪૦
૮૦
૨૪/૧૦/૨૦૨૬ શનિવાર ૬ થી ૮ સંસ્કૃત ૦૮:૦૦ થી ૧૧:૦૦ ૮૦
૨૬/૧૦/૨૦૨૬ સોમવાર ધોરણ ૫
૬ થી ૮
હિન્દી (દ્વિતીય ભાષા)
હિન્દી (પ્રથમ/દ્વિતીય ભાષા)
૧૧:૦૦ થી ૧૩:૦૦
૧૪:૦૦ થી ૧૭:૦૦
૪૦
૮૦
૨૭/૧૦/૨૦૨૬ મંગળવાર ૩ થી ૫
૬ થી ૮
પર્યાવરણ
વિજ્ઞાન
૧૧:૦૦ થી ૧૩:૦૦
૧૪:૦૦ થી ૧૭:૦૦
૪૦
૮૦
૨૮/૧૦/૨૦૨૬ બુધવાર ૩ થી ૫
૬ થી ૮
અંગ્રેજી ૧૧:૦૦ થી ૧૩:૦૦
૧૪:૦૦ થી ૧૭:૦૦
૪૦
૮૦
૨૯/૧૦/૨૦૨૬ ગુરૂવાર ૬ થી ૮ સામાજિક વિજ્ઞાન ૧૪:૦૦ થી ૧૭:૦૦ ૮૦
૩૦/૧૦/૨૦૨૬ શુક્રવાર ૩ થી ૫
૬ થી ૮
પ્રથમ ભાષા (મરાઠી/ઉડિયા/તેલુગુ/તમિલ/ઉર્દૂ) ૧૧:૦૦ થી ૧૩:૦૦
૧૪:૦૦ થી ૧૭:૦૦
૪૦
૮૦

📥 સત્તાવાર પરિપત્ર PDF ડાઉનલોડ કરો

આ પરિપત્રની સંપૂર્ણ વિગતો માટે સત્તાવાર પરિપત્રની કોપી ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો.

પરિપત્ર PDF ડાઉનલોડ લિંક

❓ વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

પ્રશ્ન ૧: ત્રિમાસિક કસોટીના ગુણ પરિણામમાં ગણાશે?
હા, ત્રિમાસિક કસોટી રચનાત્મક મૂલ્યાંકનનો ભાગ હોવાથી તેના ગુણ સત્રાંત અને વાર્ષિક પરિણામમાં ગણવાના રહેશે.

પ્રશ્ન ૨: ધોરણ ૩ અને ૪ માં પરીક્ષા કઈ રીતે લેવાશે?
ધોરણ ૩ અને ૪ ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં જ પ્રશ્નોના ઉત્તરો લખવાના રહેશે.

પ્રશ્ન ૩: પરખ (PARAKH) પ્રશ્નોનું પ્રમાણ કેટલું રહેશે?
ત્રિમાસિક અને પ્રથમ સત્રાંત બંને પરીક્ષામાં ૩૦% પ્રશ્નો પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ આધારિત MCQ પ્રકારના રહેશે.

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post